નશામાં ધૂત મોડલનો રસ્તા વચ્ચે હાઇવોલ્ટ્રેજ ડ્રામા, આર્મી જીપને મારવા લાગી લાત
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નશા ધૂત મોડલે રસ્તા પર જોરદાર હોબાળો મચાવ્યો હતો. યુવતીએ આર્મીની ગાડીમાં તોડફોડ કરી હતી અને હેડ઼લાઇટ તોડી નાખી હતી. યુવતીએ રસ્તા પર પથ્થર પણ ફેંક્યા હતા. જેને જોઇને ભીડ એકઠી થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી. મેડિકલ તપાસ બાદ જાણવા મળ્યું કે તે દારૂના નશામાં હતી. પોલીસ સ્ટેશનમાં પણ તેણે હોબાળો મચાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હોબાળો મચાવનારી યુવતી હરિયાણાની છે અને મોડલ છે.