દિલ્હીઃ ખેડૂતોને ટ્રેક્ટર પરેડની મળી મંજૂરી, જાણો શું રહેશે રૂટ?
છેલ્લા 61 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન પર અડગ બેઠેલા ખેડૂતોને દિલ્લી પોલીસે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજવા માટે મંજૂરી તો આપી દીધી છે. પરંતુ હવે એ જ ટ્રેક્ટર રેલી પર આતંકી ષડયંત્રનો ખતરો મંડરાય રહ્યો છે. પાકિસ્તાની આતંકી સંગઠન ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ટાર્ગેટ કરવા માટે 300થી વધુ ટ્વિટર એકાઉંટ બનાવ્યા છે.. છેલ્લા ઘણા દિવસોથી મેરેથોન બેઠક બાદ દિલ્હી પોલી અને ખેડૂત સંગઠનો વચ્ચે ટ્રેક્ટર માર્ચને લઈને સહમતી બની.