આપની જાણ વિના કેવી રીતે પેગાસસ ફોનમાં ડાઉનલોડ થાય છે અને કેવી રીતે કરે છે જાસૂસી, જાણો
ફોન ટેપિંગ અને ફોન હેંકિગ સાથે જોડાયેલી એક મોટા સમાચારે કેટલાય દિગ્ગજોની ઊંઘ ઉડાડી દીધી છે. જી હાં, વોશિંગ્ટન પોસ્ટ અને લંડન ગાર્ડિયને એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ભારતમાં અનેક પ્રતિષ્ઠિત લોકોના ફોન ટેપ કરવામાં આવ્યાં છે અને તેના વ્હોટસએપ મેસેજને પણ હેક કરવામાં આવ્યાં છે. તેમાં કેન્દ્ર સરકારના મંત્રી સહિત સુપ્રીમ કોર્ટના જજ પણ સામેલ છે.આ તમામ ખેલ પાછળ, જે સોફ્ટવેરનું નામ સામે આવ્યું છે. તે છે પેગાસસ, તો સમજીએ પેગાસસ આખરે શું છે.