Mahakumbh Fire News : મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ પર 30 મિનિટની જહેમત બાદ મેળવાયો કાબૂ

 

મહાકુંભ વિસ્તારમાં લાગેલી આ ભીષણ આગ એટલી પ્રચંડ હતી કે તેમાં ૨૦ થી ૨૫ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. અખાડાથી આગળના રોડ પર લોખંડના પુલ નીચે આ આગ લાગી હતી. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને કોઈ વ્યક્તિ ફસાયું ન હોય તેની તકેદારી રાખવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ વિસ્તારમાં આગની ઘટનાની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીની સૂચનાથી વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર આપવાની સૂચના આપી હતી.

મહાકુંભમાં લાગેલી આગ પર આખરે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ આગને કારણે ઘણા કેમ્પ બળીને રાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સેક્ટર ૧૯ અને સેક્ટર ૫ની બોર્ડર પર ઓલ્ડ જીટી રોડ ક્રોસિંગ પાસે આ ભીષણ આગ લાગી હતી. સૌપ્રથમ વિવેકાનંદ કેમ્પમાં આગ લાગી હતી. આગ સ્પાર્ક કે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. આગના કારણે આ કેમ્પ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola