Mahakumbh Fire Accident: મહાકુંભમાં મેળામાં આગની ઘટનાને લઈ મોટા સમાચાર, PM મોદીએ CM યોગી સાથે કરી વાત
પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ કાબૂમાં. PM મોદીએ CM યોગી સાથે કરી વાત. વડાપ્રધાન મોદીએ પણ સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી.
મહાકુંભ મેળાના સેક્ટર ૧૯માં આગ ફાટી નીકળી હતી અને આગની જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાતા હતા. આગના કારણે ઘણા તંબુ બળીને ખાખ થઈ ગયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભ મેળામાં ગીતા પ્રેસના કેમ્પમાં લાગેલી આગનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી અને સ્વતંત્ર દેવ સિંહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગની ઘટનાની ગંભીર નોંધ લેતા, મુખ્યમંત્રી યોગીએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત કાર્ય હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.
Tags :
Mahakumbh Fire Accident