કોરોનાના દર્દીને પહેલા દિવસથી જ આ દવા આપવાથી થઇ શકે છે નિમોનિયા, જાણો શું કહે છે એક્સપર્ટ
Continues below advertisement
ડોક્ટર ગુલેરિયાએ કોરોના સંબંધિત કેટલાક સવાલ જવાબ આપતા કહ્યું કે, કોરોનાના ઇલાજમાં પહેલા દિવસથી સ્ટીરોઇડ ન આપવી જોઇએ, જેમને હળવા લક્ષણો છે, તેને કોઇ દવાની જરૂર નથી. Ivermectin(આઇવરમેક્ટીન) અથવા hydroxychloroquine (હાઇડ્રોક્સીક્લોરોક્વીન) લઇ શકાય.પ્રાથમિક સ્ટેજમાં સ્ટીરોઇડ નુકસાન કરે છે.સ્ટીરોઇડનો મોડરેટ સ્થિતિ માટે જ ઉપયોગ કરવો જોઇએ.ઓક્સિજન લેવલ નોર્મલ હોય અને ટેમ્પરેચર નોર્મલ હોય,કોઇ લક્ષણો ન હોય, આ સ્થિતિમાં સ્ટીરોઇડ કંઇ કામ નથી કરતી.આ સ્ટેજમાં સ્ટીરોઇડ નુકસાનકારક સાબિત થાય છે.આ 1થી4 દિવસની અંદર સ્ટીરોઇડ વાયરસની રીપ્લિકેશનને વધારે છે. શરૂઆતના સ્ટેજમાં સ્ટીરોઇડ આપવાથી દર્દીને સિવિયર નિમોનિયા થઇ શકે છે
Continues below advertisement