Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા
Continues below advertisement
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે તે પ્રશ્ન દરેકના મનમાં છે. જો કે ચૂંટણીમાં અનેક પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કોંગ્રેસ 10 વર્ષ પછી પુનરાગમન કરવાની આશા રાખી રહી છે, જ્યારે સત્તાધારી ભાજપ દાવો કરી રહ્યું છે કે તે 8 ઓક્ટોબરે જીતની હેટ્રિક લગાવશે.
ધ્રુવ રિસર્ચના સર્વેમાં ચોંકાવનારા આંકડા
ધ્રુવ રિસર્ચના સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. હરિયાણામાં બહુમત સાથે કોંગ્રેસની સરકાર બની શકે છે. સર્વે અનુસાર હરિયાણાની 90 વિધાનસભા સીટોમાંથી લગભગ 57 સીટો કૉંગ્રેસ જીતવાની આશા છે. તેમાં ભૂલનું માર્જીન (પ્લસ માઈનસ) 5 સીટ છે. ધ્રુવ રિસર્ચના પોલમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે ભાજપને 27 બેઠકો મળતી જોવા મળી રહી છે. અન્યોને પણ સર્વેમાં 6 બેઠકો મળી રહી છે.
Continues below advertisement
Tags :
Haryana Election Exit Polls