Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV

Continues below advertisement

સુરતની યુવતી ઉપર મહારાષ્ટ્રના પુણેમાં સામૂહિક દૂષ્કર્મની ઘટનાને લઈ 30 કલાક બાદ આરોપીઓ પોલીસ પકડથી દૂર. યુવતીએ ત્રણ યુવક પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. ત્યારે પોલીસે 25 ટીમ બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.  સામૂહિક દુષ્કર્મના શંકાસ્પદ આરોપીઓના CCTV સામે આવ્યા. પુણેની કોલેજમાં ભણતી યુવતી ગુરુવારે રાતે કોલેજમાં ભણતાં તેના મિત્ર સાથે બાઈક પર બોપદેવ ઘાટ વિસ્તારમાં ફરવા ગઈ હતી. તેઓ અગિયાર વાગ્યાની આસપાસ પુણેથી થોડા અંતરે આવેલા બાપદેવ ઘાટમાં પહોંચ્યા. આઉટ પોસ્ટ પાસેથી તે પસાર થઇ રહ્યા હતા. ત્યારે કારમાં આવેલા ત્રણ યુવકે તેમને આંતર્યા. આ યુવકોએ પોતાની ઓળખ હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ તરીકે આપી. કારમાંથી નીચે ઉતરી એ યુવકોએ યુગલને મોડી રાતે આ રીતે ઘાટમાં ફરવા બાબતે ડરાવ્યા અને ધમકાવ્યા. ત્યારબાદ એ ત્રણ જણાએ તેમના ફોટા પાડવા માંડ્યા.. જલગાંવનાં યુવકે પ્રતિકાર કર્યો તો તેની સાથે હાથાપાઈ કરી. પરંતુ યુવકને તાબે કરી તેને તેના જ કમરબેલ્ટ અને શર્ટથી બાંધી દીધો. યુવકને લાચાર સ્થિતિમાં મૂક્યા બાદ એ ત્રણ જણાએ યુવતીને ખેંચી બળબજરીથી કારમાં બેસાડી. તેઓ તેણીને થોડા અંતરે લઇ ગયા અને પછી સામૂહિક દૂષ્કર્મ આચર્યું..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram