આયુર્વેદ તબીબોને MBBS સમકક્ષ અધિકારો સામે IMAના તબીબોની 14 દિવસ માટે ભૂખ હડતાળ
Continues below advertisement
કેન્દ્ર સરકારના નિયમ અનુસાર આયુર્વેદ શાખાના તબીબોને સર્જરી અને વાઢકાપ માટેની પરવાનગી આપવાના બિલ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશન સહિત અલગ અલગ 1400 ડોકટર આજથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબોની માંગ છે કે આયુર્વેદ શાખાના તબીબો સર્જરી અને વાઢકાપ કરશે તો દર્દીઓ માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે. શરૂઆતી તબક્કાથી આયુર્વેદ શાખામાં કાર્યરત તબીબો અદ્યતન ટેકનોલોજીથી વાકેફ નથી આવા સંજોગોમાં તબીબો માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે.
Continues below advertisement