IND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટ

Continues below advertisement

ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીએ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય પર આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતની બીજી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી. 64 બોલનો સામનો કરીને તે 37 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે આ ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીના રુપમાં ટીમની ત્રીજી વિકેટ પડી, તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો.

શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી સદીની ભાગીદારી બની હતી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. શુભમન 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram