૮ની તિવ્રતા સુધીનો ભૂકંપ ખમી શકશે આ જગ્યા
આ દ્રશ્યો છે ટનલનાં. પૂર્વોત્તરનાં જીરીબામ - ઇમ્ફાલમાં બની રહી છે આ ટનલ. અહીં ટનલ બન્યા બાદ રેલ્વેનાં પાટા નંખાશે. રેલ પ્રોજેક્ટમાં નાની મોટી 47 ટનલ અને રેલ બ્રિજનું નિર્માણ થઈ રહ્યુ છે. આ કાર્ય પૂરુ થતા અહીંના જિલ્લા માટેનાં લોકો માટે તે આશિર્વાદ રુપ બનશે.. મણીપુર એટલુ દુર્ગમ ક્ષેત્ર છે કે અહીં રેલ્વે ટ્રેક બનાવવા એ મોટી મુશ્કેલી છે. લગભગ 37 મીટરની ઉંચાઈ છે આ ટનલમાં. મણીપુર અસમની બોર્ડર પર જીરીબામ જિલ્લો છે. અહીં સમુદ્ર તળથી ઇમ્ફાલની ઉંચાઈ છે 717 મીટર. કેટલાયે બ્રીજ અને ટનલ બનાવીને આ રેલ્વે ટ્રેક પૂરો કરાઈ રહ્યો છે. સાથે જ આ ભારતની એવી પહેલી ટનલ છે જેને સમાંતર 9 કિલોમીટર લાંબી ઇમરજન્સી ટનલનુ પણ નિર્માણ થઈ રહ્યુ છે.. જેથી ઇમરજન્સી સમયે તેનો ઉપયોગ કરીને દુર્ઘટનાને ટાળી શકાય.. ટનલ બની ગયા બાદ જીરીબામથી ઇમ્ફાલ જવા માટે 8 કલાકથી વધુ સમય બચશે. જે અત્યારે 10 કલાકનો સમય લાગે છે.