ટ્રેનના છેલ્લા કોચમાં શા માટે પીળા રંગના ક્રોસનું હોય છે નિશાન?

Continues below advertisement

શું આપને ક્યારેય એ સવાલ થયો છે કે, ટ્રેનના છેલ્લા કોચમાં ક્રોસ એટલે કે એક્સનું નિશાન કેમ હોય છે?. શું આપ એ વાત પર વિશ્વાસ કરશો કે, આ ક્રોસ ન હોય તો ટ્રેનનો સફર પણ પ્રભાવિત થઇ શકે છે. જી હાં, આ વાત 100 ટકા સાચી છે, કેમકે  કે, રેલવે  કોઇ કારણ વિના તો આટલું મોટું નિશાન ન બનાવે. તો ટ્રેનના કોચ પાછળ રહેલા ક્રોસનો એક ખાસ રોલ છે. સવાલ એ પણ છે કે, આ નિશાન પીળા રંગનું જ કેમ હોય છે?એ એટલા માટે કે પીળા રંગની વેવલેન્થ લાલ અને લીલાની વચ્ચે હોય છે. જેને દૂરથી જોવી સરળ હોય છે. જે રીતે  રેડ અને ગ્રીન કલર સિગ્નનલમાં વાપરવા પાછળ એક તર્ક છે, તો અહીં આ પીળા રંગના ક્રોસના ઉપયોગનો પણ એક હેતુ છે. આ કલર ધુંધળા કે  અંધારમાં જોવો થોડો સરળ રહે છે. આ ક્રોસ ટ્રેનના છેલ્લા કોચને સૂચવે છે. આ જ રીતે ટ્રેનના કોચમાં LV પણ લખેલું હોય છે. આ    LVનું બોર્ડ કોચને ટ્રેન સાથે જોડ્યાં બાદ લગાવાયા  છે. અહીં LVનો મતલબ લાસ્ટ વ્હિકલ થાય.  છે. ઉપરાંત અંતિમ કોચ પર એક લાલબતી પણ હોય છે. જેથી એ જાણી શકાય કે આ ટ્રેનનો છેલ્લો કોચ છે. જ્યારે ટ્રેન  સ્ટેશન કે રેલવે ફાટકથી પસાર થાય છે. તો ક્રોસના નિશાનથી અનેક પ્રકારના સંકેત  મળી જશે.  સ્ટેશન કે રેલવે ફાટક પર તૈનાત કર્મચારીને ક્રોસવાળા કોચ પસાર થવાથી એ જાણ થઇ જાય છે કે, ટ્રેન પુરી નીકળી ગઇ છે. તો ક્રોસથી એ પણ જાણી શકાય કે ટ્રેનનો કોઇ પણ કોચ ડીકપલ થઇને એટલે ટ્રેનથી અલગ નથી થયો. જો કોઇ કોચ અલગ થઇ જાય છે તો ક્રોસવાળું નિશાન ટ્રેનના છેલ્લા કોચમાં નહીં જોવા મળે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram