J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ

Continues below advertisement

J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ 

 

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણા દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને ભાજપ જમ્મુ અને કાશ્મીરના વડા રવિન્દર રૈના ચૂંટણી મેદાને છે.

ઉલ્લેખનીય છે કે બીજા તબક્કા માટે 3502 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આ તબક્કામાં 25 લાખથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જમ્મુ વિભાગના ત્રણ જિલ્લા અને કાશ્મીર ખીણના ત્રણ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram