J&K Snowfall: જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં પહાડો પર સફેદ ચાદર, જુઓ નજારો વીડિયોમાં

J&K Snowfall:  જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં પહાડો પર સફેદ ચાદર, જુઓ નજારો વીડિયોમાં

જમ્મુ કાશ્મીરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી પહાડી વિસ્તારમાં સતત ત્રણથી ચાર દિવસથી બરફ વર્ષા થઈ રહી છે.. જેને લઈને પ્રવાસીઓ અને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.. જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ હોય કે સોનમર્ગ જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર જોવા મળી રહી છે.. કારગિલમાં પણ આજ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.. અહીંયા પણ બરફના થર જામી ગયા છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.. સૌથી ખરાબ સ્થિતિ તો કુલ્લુમાં જોવા મળી રહી છે જ્યાં બરફ વર્ષાની સાથે વરસાદ પણ પડ્યો હતો ત્યારે પણ પહાડો પરથી પથ્થરો અને કાટમાળ નીચે પડી રહ્યા હતા જેને લઈને શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola