ABP News

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી પહોંચ્યા વનતારા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

Continues below advertisement

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી પહોંચ્યા વનતારા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા. અહીંના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ રવિવારે રિલાયન્સ ફાઉન્ડેશનના એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન ગીર જિલ્લાના સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને જંગલ સફારીનો આનંદ માણશે.

સોમવારે તેઓ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગે ગુજરાતના મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન જામનગર, દ્વારકા અને ગીર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ પીએમ મોદીનો કાર્યક્રમ છે

વડાપ્રધાન 1 માર્ચની સાંજે જામનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્કિટ હાઉસમાં રાત્રિનો આરામ કર્યો હતો. આજે તેઓ દિવસ દરમિયાન જામનગરમાં વનતારા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી છે. તેઓ જામનગરથી નીકળી સાંજે સાસણ પહોંચશે. સાસણમાં વન વિભાગના કાર્યાલય-કમ-ગેસ્ટ હાઉસ 'સિંહ સદન' પહોંચ્યા પછી, પ્રધાનમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે.

 જંગલ સફારીનો આનંદ માણશે

3 માર્ચે વડાપ્રધાન ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીનો આનંદ લઈને તેમના દિવસની શરૂઆત કરશે. સદન પરત ફર્યા પછી, તેઓ NBWLની બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં વન્યજીવોને લગતા રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને મુદ્દાઓને પણ આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠક ખાસ છે કારણ કે તેની અધ્યક્ષતા વડાપ્રધાન કરશે.

સોમનાથ મંદિરમાં પૂજા કરશે

NBWLની બેઠક બાદ વડાપ્રધાન સાસણમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત કરશે. બાદમાં વડાપ્રધાન ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. બાદમાં સોમનાથથી તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચશે અને દિલ્હી જવા રવાના થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram