જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, ચારેય તરફ છવાઇ બરફની ચાદર
દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં મોસમનો મિજાજ બદલાયો છે. જમ્મુ કાશ્મીરમાં સવારે બરફવર્ષાની સાથે વરસાદ પડ્યો. શ્રીનગરમાં સિઝનની પહેલી બરફવર્ષા થઇ હતી. પહાડો હોય કે વૃક્ષો. રસ્તાઓ હોય કે, ઘરની છત. ચારેબાજુ બરફ જ જોવા મળે છે. આ બરફવર્ષા કાશ્મીર ઘાટીમાં આફત લઇને આવી છે. પરંતુ ગુલમર્ગમાં લોકોના ચહેરા પર રોનક જોવા મળી. કારણ કે, અહીં દૂર દૂરથી લોકો બરફવર્ષાની મજા માણવા આવી રહ્યા છે. ગુલમર્ગમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે.