
Mahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છે
મહાકુંભ દુર્ઘટનાને લઈને લોકો સ્વજનોની શોધખોળ માટે દોડમદોડ કરી રહ્યા છે આ સાથે પરિવાજનો ન મળતા લોકો રડી રહ્યા છે... આજે મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે સંગમ ઘાટ પાસે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 10ના મોતની આશંકા સેવાઇ રહી છે. તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પ્રશાસને તાત્કાલિક ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. મેળામાં નાસભાગ બાદ નિરંજની અખાડાએ સ્નાનયાત્રા અટકાવી દીધી છે. હાલમાં અખાડાઓએ અમૃતસ્નાન મોકૂફ રાખ્યું છે. પીએમ મોદીએ સીએમ યોગી પાસેથી અકસ્માતની માહિતી લીધી અને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આવ્યાં છે.
સંયમ માટે અપીલ
ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો અનુસાર કેટલીક મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. મહાકુંભ શહેરના વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ રાખવાની અપીલ કરી છે.