Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?

Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?

Maharashtra Election Result 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 23 નવેમ્બરે આવી રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, અજિત પવાર, નાના પટોલે અને વરુણ દેસાઈ સહિત મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધનના ઘણા દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે નિર્ણય થશે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠકો પૈકીની એક થાણે જિલ્લાની કોપરી-પાચપાખાડી વિધાનસભા બેઠક છે. અહીં શિવસેનાના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના રાજકીય ગુરુ દિવંગત શિવસેના નેતા આનંદ દીધેના ભત્રીજા કેદાર દિઘે વચ્ચે મુકાબલો હતો. કેદારે શિવસેના (UBT)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola