Maharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?

Continues below advertisement

દિગ્ગજ એનસીપી નેતા બાબા સિદ્દિકીનો દીકરો અને મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જીશાન સિદ્દિકી હવે મુંબઈ એનસીપીમાં જોડાઈ ગયા છે. એનસીપીએ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બાંદ્રા મત વિસ્તારમાંથી જીશાન સિદ્દિકીને ઉમેદવાર પણ બનાવી દીધો છે.

ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા જીશાન સિદ્દિકી હવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા વિરુદ્ધ બાંદ્રા(પૂર્વ) સીટ પરથી ચૂંટણી મેદાને ઉતરશે. એનસીપીમાં સામેલ થયા બાદ જીશાન સિદ્દિકીએ કહ્યું કે, આ મારા અને મારા પરિવાર માટે ભાવનાત્મક દિવસ છે. હું અજીત પવાર, પ્રફૂલ્લ પટેલ, સુનીલ તટકરેનો આ મુશ્કેલ સમયમાં મારામાં પર વિશ્વાસ કરવા માટે આભારી છું. Maharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram