Vav Bypoll Election:Congress: કોંગ્રેસે આપી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ | Gulabsinh Rajput

Continues below advertisement

Vav Bypoll Election:Congress: કોંગ્રેસે આપી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ | Gulabsinh Rajput

 વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. વાવ બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે સત્તાવાર રીતે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા.

મળતી જાણકારી અનુસાર, વાવથી વિધાનસભાની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા હતા. થરાદથી 2022માં ચૂંટણી હારેલા ગુલાબસિંહ વાવ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર છે. ગુલાબસિંહને ઉમેદવાર બનાવતા ઠાકરશી રબારીની પ્રતિક્રિયા આપી હતી. ઠાકરશી રબારીએ કહ્યું હતું કે  ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થતા ખુશ છું. ગુલાબસિંહના સારથી બનીને હું મદદ કરીશ. પાર્ટી કોઈ એકને જ ટિકિટ આપે છે. બળદેવજી,ચંદનજી હાલ જાપાનના પ્રવાસે છે. ઠાકોર સમાજનું વલણ મહત્વનું રહેશે.

કૉંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપ પણ જલદી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠકથી ભાજપને વધુ મત મળ્યા હતા. ઠાકોર અને રબારી સમાજના મત મહત્વપૂર્ણ સાબિત થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram