Maharshtra Woman Rescue | મહારાષ્ટ્રમાં સેલ્ફીના ચક્કરમાં ખીણમાં ખાબકી મહિલા, કરાયું રેસ્ક્યૂ
સેલ્ફી થઇ શકે છે જીવલેણ સાબિત. એક મહિલા સેલ્ફીના ચક્કરમાં પડી ખીણમાં. મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેતા બન્યો બનાવ. સ્થાનિકોને જાણ થતા રેસ્ક્યુ ટીમે મહિલાને બચાવી. અંદાજે 100 ફુટ ઉંડા ખીણ મા પડી હતી મહિલા. કલાકોની મહેનત બાદ દોરડાથી યુવતીને બહાર કાઢવામાં આવી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઇ. સતારા સ્થળ હીલ સ્ટેશન હોવાથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે.
કેદારનાથ ધામના પગપાળા માર્ગમાં આવેલી ત્રાસદીના ત્રીજા દિવસે 729 શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરવામાં આવ્યા, જ્યારે પગપાળા માર્ગ દ્વારા 1162 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત 117 યાત્રીઓ કેદારનાથ ધામથી ચાલીને ચૈમાસી પહોંચ્યા. ડીએમ સૌરભ ગહવારે જણાવ્યું કે કેદારનાથ પગપાળા માર્ગમાં ઘટના બન્યા પછીથી અત્યાર સુધીમાં હેલિકોપ્ટર સેવા દ્વારા 2082, પગપાળા માર્ગ દ્વારા 6,546 અને વૈકલ્પિક માર્ગ ચૈમાસી ગામ દ્વારા 420 તીર્થયાત્રીઓ પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી થયેલા રેસ્ક્યૂમાં 9099 તીર્થયાત્રીઓના જીવ બચાવવામાં આવ્યા છે.