ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ત્રણેય કૃષિ કાયદાના અમલ પર લગાવી રોક
નવી દિલ્હી: કૃષિ કાયદાને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતો પર સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય લીધો છે. કૉર્ટે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. તેની સાથે કોર્ટે એક કમિટીની રચના કરી છે.