MP: બાઇક સવાર યુવકોએ પહેલા પુરાવ્યું પેટ્રોલ, બાદમાં કર્મચારીના હાથમાંથી રૂપિયા છીનવી થયા ફરાર

મધ્યપ્રદેશમાં બે બાઇક સવાર ધોળા દિવસે  પેટ્રોલપંપના કર્મચારીને લૂંટીને ફરાર થઇ જાય છે. સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે બાઇક સવાર બે યુવકો પેટ્રોલ પૂરાવ્યા બાદ પેટ્રોલ પંપના એક કર્મચારીના હાથમાં રહેલા 7500 રૂપિયા છીનવીને ફરાર થઇ જાય છે. આ ઘટના અમરકંટક જબલપુર નેશનલ હાઇવે જબલપુર રોડ સ્થિત પેટ્રોલ પંપની છે. આ મામલે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola