Mumbai building collapse: મુંબઈમાં ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા સર્જાઈ મોટી દુર્ઘટના
મુંબઈ પાસેના વિરારમાં મોટી દુર્ઘટના.. રહેણાંક ઈમારતનો એક ભાગ ધરાશાયી થતા કાટમાળમાં 15થી 20 લોકો દટાયા હોવાની આશંકા. NDRFની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન.. અત્યાર સુધીમાં 9 લોકોને કારાયા રેસ્ક્યૂ..
મુંબઈમાં ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા સર્જાઈ મોટી દુર્ઘટના.વિરારમાં રાત્રી દરમિયાન અચાનક ચાર માળની ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો...ગણપતિ મંદિર પાસે જ આ દુર્ઘટના બની. જેમાં 2 લોકોના મોત થયા છે..જ્યારે નવ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક લોકો નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ ફાયર અને NDRFની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી અને રાહત બચાવ કામગીરી શરૂ કરાઈ..NDRFની ટીમે અત્યાર સુધીમાં નવ લોકોને બહાર કાઢ્યા છે. ઈજાગ્રસ્તોને પણ તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.