મુંબઇમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે ફસાયો વૃદ્ધ, CCTVમાં જુઓ કેવી રીતે બચ્યો જીવ
મુંબઇના દહિસર રેલવે સ્ટેશન પર શ્વાસ થંભાવી દેવી એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વાસ્તવમાં એક વૃદ્ધ રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન તેનું ચપ્પલ પાટા પર ફસાઇ ગયું હતું. તે દરમિયાન તેને લેવા જવાના ચક્કરમાં વૃદ્ધ ટ્રેનને જોઇ શક્યો નહીં. વૃદ્ધ ટ્રેન સાથે ટકરાય તે અગાઉ રેલવે પોલીસના જવાને તેમને પ્લેટફોર્મ પર ખેંચી લીધા હતા