પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સેનિટાઇઝરને પાણી સમજીને પી ગયા મુંબઇના ટોચના અધિકારી, જાણો પછી શું થયું?
બજેટની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન BMCના આસિસ્ટન્ટ કમિશનર રમેશ પવાર ટેબર પર રાખવામાં આવેલા સેનિટાઇઝરની બોટલને પાણી સમજીને પી ગયા હતા. જોકે જેવી તેમને પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે પાણીથી પોતાનો મોંને સાફ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.