પોલીસની સમયસૂચકતાથી ચાલતી ટ્રેનમાંથી પડેલી મહિલાની આ રીતે બચી જિંદગી. જુઓ દિલધડક રેસ્કયુ
આ વીડિયો તેંલગણાના સિંકદરા બાદ રેલેસ્ટેશનનો છે. અહી એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવા જવાની કોશિશિમાં પગ સ્લિપ થઇ જતાં તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઇ ગઇ. જો કે સદભાગ્ય એ રહ્યું કે મહિલાનો જીવ બચી ગયો. રેલવે પોલીસની સમય સૂચકતાના કારણે તેનો જીવ બચી ગયો. પ્લેટફોર્મ પર જઇ રહેલા રેલવે પોલીસને આ ઘટના જોઇને તે તાબડતોબ તેને ફરી પ્લેટફોર્મ પર ખેંચી લીધી. ઘટના રેલવે પ્લેટફોર્મના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.રેલવે મિનિસ્ટ્રીના ટવિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.