આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે નીતિશ સરકારનો શપથગ્રહણ સમારોહ, જુઓ વીડિયો
બિહારમાં ફરી એકવાર નીતિશ સરકાર બનવા જઈ રહી છે. આવતીકાલે સાંજે 4.30 વાગ્યે નીતિશ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. ત્યારે નીતિશ સરકારમાં હવે બે નાયબ મુખ્યમંત્રી હશે. રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ બિહારના નાયબ મુખ્યમંત્રી બનવાનું લગભગ નિશ્ચિત છે. આ તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ તારકિશોર પ્રસાદને ભાજપના વિધાનમંડળના નેતા અને રેણુ દેવીને વિધાનમંડળના ઉપનેતા તરીકે વરણી થતા ટ્વીટ કરીને શુભેચ્છા પણ પાઠવી હતી.