રૂપાણી સરકારના દિગ્ગજ મંત્રીએ કહ્યું, પટેલો સરકાર સામે પડ્યા તો શું દશા થઈ ? શું કરી લીધું ? જુઓ વીડિયો
કોળી સંમેલન કરવા મુદ્દે જવાબ આપતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, જો એમ હું કરવા બેસું ને તો આખા ગુજરાતનો કોળી સમાજ ભેગો કરું અને આ બધાની તાકાત તોડી નાંખું. પણ એવું મારે નથી કરવું. પણ એવું કરવાથી ને આ પટેલ સમાજે કર્યું શું દશા થઈ, લે શું કરી લીધું. સરકારની સામે પડવું ખોટું છે. હું ચાહું તો હું ભી કરી શકું છું. પણ એનાથી કંઈ મતલબ નથી અને સરકારની સામે થાવું ખોટું છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ત્રાટકેલા તાઉતે વાવાઝોડામાં ભારે નુકશાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઇ નિરીક્ષણ પછી રાજ્યને 1 હજાર કરોડની સહાય પણ આપી હતી. ત્યારે હવે આ સહાયને લઈને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યો છે.