પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના પ્રતિષ્ઠિત ‘લીઝન ઓફ મેરિટ એવોર્ડ’થી સન્માનિત કરાયા
Continues below advertisement
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના પ્રતિષ્ઠિત ‘લીઝન ઓફ મેરિટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ પીએમ મોદીને સન્માનિત કર્યા હતા. અમેરિકામાં ભારતીય એમ્બેસેડર તરણજીત સંધુએ પ્રધાનમંત્રી વતી આ એવોર્ડ ગ્રહણ કર્યો હતો. લીઝન ઓફ મેરિટ અમેરિકાના સૌથી સન્માનિત એવોર્ડમાંથી એક છે. આ એવોર્ડ અમેરિકી સેનાના ઓફિસર, દેશ માટે કંઈક સર્વેશ્રેષ્ઠ કરનાર વ્યક્તિ કે અન્ય દેશના પ્રમુખને આપવામાં આવે છે.
Continues below advertisement