વેક્સિનને લઈને PM મોદીનું મોટું નિવેદન, કહ્યું - વેક્સિન લાવવી અમારા હાથમાં નથી
પ્રધાનમંત્રી મોદીએ વાયરસની રસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, રસી ક્યારે આવશે, તેનો સમય આપણે નક્કી ન કરી શકીયે પરંતુ એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે. પીએમ મોદીએ આજની બેઠકમાં આ વાત કહી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક લોકો આ મામલે રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કોઈને રાજનીતિ કરતા રોકી ન શકાય. રસી ક્યારે આવશે, એ વૈજ્ઞાનિકો જ નક્કી કરશે.