અમદાવાદમાં સંક્રમણ વધતા કોરોનાની સારવાર સંબંધિત દવાની માંગમાં વધારો
Continues below advertisement
અમદાવાદમાં પાછલા કેટલાક દિવસથી કોવિડનું સંક્રમણ વધ્યું છે, જેની સીધી અસર ફાર્મા સેકટર પર જોવા મળી છે. નવેમ્બર માસની શરૂઆતથી કોવિડ સારવાર સંબંધિત દવા ઉપાડ વધ્યુ છે. દવાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે માર્ચ માસથી લઈને જુલાઈ સુધી જે પીક જોવા મળ્યો હતો કે ફરીથી જોવા મળી રહ્યો છે. એટલે કે ઓગસ્ટ લઈને ઓક્ટોબર સુધી કેસ પ્રમાણમાં ઘટતા લોકો કોવિડ લઈને નિર્ભય બન્યા હતા અને જાણે કોરોના જતો રહ્યો હોય એ પ્રકારે વર્તી રહ્યા હતા. પરંતુ એકાએક હવે કેસ વધવા લાગ્યા છે. જેના કારણે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાનો વેપાર પાછલા ત્રણ મહિનાની સરખામણીએ ફરીથી વધ્યો છે અને ડબલ થયો છે. માર્ચથી જુલાઈ સુધી દવાઓનો ઉપાડ 90 ટકા હતો, જે ઓગસ્ટ સુધી 50 ટકા થયો, પણ હવે ફરી એકવાર નવેમ્બર માસથી દવાના વેપારમાં અંદાજીત ટકાવારી 85 થી 90 ટકા પહોંચી છે. મુખ્યત્વે હાલમાં દવા બજારમાં રેમડેસીવીયર, ફેવીપીરાવીર, પેરા સીટમોલ, ઝીંક, વિટામિન સીની દવાઓનો ઉપાડ વધ્યો છે. જોકે રાહતની વાત એ છે કે હવે માંગ વધી હોય પરંતુ દવાની અછતની નહીં સર્જાય કારણકે હાલ અલગ-અલગ ફાર્મા કંપનીઓ રેમડેસીવીયર દવા બનાવી રહી છે, જેથી હવે દવાની અછત નહિ સર્જાય.
Continues below advertisement