Delhi Assembly Elections Results: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ PM મોદીનું સંબોધન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભાજપના કાર્યકરો દેશભરમાં ઢોલ વગાડીને ઉજવણી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરીને જંગી બહુમતી સાથે દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બીજેપી હેડક્વાર્ટર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય, યમુના મૈયા કી જયથી કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ છે.

પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત યમુના મૈયા કી જયના ​​નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે આજે દિલ્હીના લોકોમાં શાંતિ અને ઉત્સાહ છે. ઉત્સાહ વિજયનો છે અને શાંતિ દિલ્હીને આફતમાંથી મુક્ત કરવાનો છે. મે દરેક દિલ્હીવાસીના નામે પત્ર લખીને 21મી સદીમાં ભાજપની સેવા કરવાની તક આપવા વિનંતી કરી હતી. દિલ્હીને વિકસિત દેશની વિકસિત રાજધાની બનાવવા ભાજપને તક આપો. હું દિલ્હીના દરેક પરિવાર, દરેક દિલ્હીવાસી પ્રત્યે માથું નમાવીને તેમનો આભાર વ્યક્ત કરું છું.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola