
Surat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા
Continues below advertisement
સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ. નબીરાઓની નફ્ફટાઈ અને રફ્તારના શોખે બે સગાભાઈઓના જીવ લઈ લીધા. નિર્દોષના મોત પાછળ પરિવારજનો કરી રહ્યા છે આક્રંદ. લસકાણામાં આવેલ વાકલ અબ્રામા બ્રિજ. જ્યાં પોતાના મિત્રો સાથે લક્યુરીયસ કાર સાથે નીકળેલ કિર્તન ડાખરાએ ફુલ સ્પીડમાં ડિવાઈડર સાથે કાર અથડાવતા સામે આવતા પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા.. નબીરાએ સર્જેલા આ અકસ્માતમાં કમલેશ સાપોલીયા અને અશ્વિન સાપોલીયા નામના બે સગા ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા.. જ્યારે એક બાળક સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.. અત્યાર સુધીની પોલીસે કરેલી તપાસમાં 20 વર્ષીય આરોપી કિર્તન ડાખરા યુવતી અને ત્રણ મિત્રો સાથે પોતાના ફાર્મ હાઉસથી પરત આવી રહ્યો હતો ત્યારે જ તેને અકસ્માત સર્જ્યો
Continues below advertisement
Tags :
Surat Accident