US Tariff On India : અમેરિકાના ટેરિફ વોર વચ્ચે PM મોદીનો પલટવાર, નામ લીધા વગર ટ્રમ્પને આપ્યો જવાબ
US Tariff On India : અમેરિકાના ટેરિફ વોર વચ્ચે PM મોદીનો પલટવાર, નામ લીધા વગર ટ્રમ્પને આપ્યો જવાબ
ટ્રમ્પના ટેરિફ વાર વચ્ચે PM મોદીનો પલટવાર. નામ લીધા વગર મોદીએ ટ્રમ્પને આપ્યો જવાબ. ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતિ નહીં. ગમે તે કિંમત ચુકવવા તૈયાર છું. ખેડૂતોનું હિત સર્વોચ્ય પ્રાથમિકતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા સાથે તેલ વેપાર માટે ભારત પર વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ વધારાના 25 ટકા ટેરિફ સાથે અમેરિકાએ હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે ભારતમાંથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અલગ દંડ લાદશે. ત્યારબાદ તેમણે બુધવારે રશિયા સાથે વેપાર કરવા બદલ અલગ દંડ તરીકે ભારત પર અલગ 25 ટકા ટેરિફ લાદ્યો હતો.