Amreli Dog Attack : અમરેલીમાં 2 વર્ષના બાળક પર શ્વાને કરી દીધો હુમલો, જુઓ અહેવાલ

Amreli Dog Attack : અમરેલીમાં 2 વર્ષના બાળક પર શ્વાને કરી દીધો હુમલો, જુઓ અહેવાલ 

અમરેલીમાં શ્વાને બે વર્ષના બાળક પર કર્યો હુમલો હતો. બાયોકોલ ફેક્ટરી પાસે શ્વાને બાળકને બચકા ભર્યા. બાળકની બુમો સાંભળી પિતા દોડી આવ્યા. જશવંતગઢથી રાંઢીયા રોડ પર શ્વાનનો આતંક. શ્વાનના આતંકની ઘટના CCTVમાં કેદ. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો.  નોંધનીય છે કે, અવાર-નવાર રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. અનેક જગ્યાએ શ્વાને બાળકોને ફાડી ખાધાની ઘટનાઓ પણ સામે આવી છે. આ ઘટનાઓને પગલે સરકાર પણ એક્શનમાં આવી છે અને પાલતુ શ્વાનને લઈ નિયમો પણ કડક બનાવ્યા છે. જોકે, રખડતા શ્વાનને લઈને લોકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે. ઘણીવાર રખડતા શ્વાનને કારણે અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવે છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola