Man Ki Baat : PM મોદીએ મન કી બાતમાં ડિજિટલ અરેસ્ટને લઈ લોકોને ચેતવ્યા, જુઓ શું કહ્યું?
Man Ki Baat : PM મોદીએ મન કી બાતમાં ડિજિટલ અરેસ્ટને લઈ લોકોને ચેતવ્યા, જુઓ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 115મી 'મન કી બાત'માં ડિજિટર અરેસ્ટને લઈ વાત કરી હતી. તેમજ લોકોને આ અંગે ચેતવા માટે સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, એજન્સી આવી રીતે કોઈને ધમકાવતી નથી. 115મા એપિસોડમાં બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને મુલાકાત કરવાની તક મળી જે મારા માટે ખાસ હતી. તેમણે બે મહાપુરુષોની 150મી જન્મજયંતિ આવી રહી હોવાનું જણાવ્યું હતું. જો કે, આ વખતે પીએમ મોદીએ 'મન કી બાત'માં છોટા ભીમ અને મોટુ પતલુ જેવા લોકપ્રિય કાર્ટૂનનો ઉલ્લેખ પણ કર્યો હતો.