PM મોદી વારાણસીમાં દેવ દિવાળીની કરશે ઉજવણી, જુઓ વીડિયો

આજે વારાણસીમાં ઉજવાશે ભવ્ય દેવ દિવાળી. વડાપ્રધાન  મોદી વારાણસીમાં દેવ દિવાળી મનાવશે..આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સાંજે ગંગા ઘાટ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન થશે અને શિવનગરી કાશીમાં 11 લાખ દીપ પ્રગટાવી રેકોર્ડ બનાવવામાં આવશે. રાવણ રચિત શિવ તાંડમ સ્ત્રોતમ પર ભવ્ય લેઝર શો પણ થશે. PM મોદીના આગમનને લઈ આ લેઝર શોનું ખાસ આયોજન કરાયું છે. PMના આગમનને લઈ વારાણસીમાં પૂરજોશમાં તૈયારીઓ અને ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. વારાણસીના રાજઘાટ પર PM મોદીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દિવાળી બાદ દેવ દિવાળી નિમિતે ફરી એકવાર સરયૂ તટ દીવાઓની રોશનથી ઝગમગશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola