માસ્ક પહેર્યું ન હોવા છતાં પોલીસ સાથે દલીલો કરતી હતી પત્ની, પોલીસની હાજરીમાં જ પતિએ પત્નીને માર્યો લાફો

Continues below advertisement

કોરોનાના સંક્રમણના કારણે રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ છે. ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ પાસે એક પતિ-પત્ની નાઇટ કર્ફ્યૂમાં બહાર નીકળતા પોલીસે તેમને રોક્યા હતા. એટલું જ નહી પત્નીએ માસ્ક પણ પહેર્યું નહોતું. જેથી પોલીસે કપલને દંડ ભરવાનું જણાવ્યું હતું. પણ યુવતીએ દંડ ભરવાના બદલે પોલીસ સાથે દલીલો કરવા લાગી હતી. જોકે. યુવતીના પતિએ તેને સમજાવી હતી અને પોલીસ સાથે દલીલો કરવાની ના પાડી હતી તેમ છતાં યુવતીએ દલીલો ચાલું રાખતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસની હાજરીમાં જ પત્નીને લાફો મારી દીધો હતો. દરમિયાન પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓએ પત્નીને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો કરી શકે છે તેવું જણાવ્યું હતું પરંતુ પત્નીએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram