Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદન

 

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્નાન કરી શકાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અને વ્યવસ્થા કરવામાં સહકાર આપવા જણાવ્યું હતું. તેમજ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.બીજી તરફ, સીએમ યોગીને મેળા અધિકારી વિજય કિરણ આનંદ દ્વારા સમગ્ર મામલાની માહિતી આપવામાં આવી છે. મેળા અધિકારીએ નાસભાગના કારણો વિશે મુખ્યમંત્રીને જાણ કરી હતી. DGP પ્રશાંત કુમાર, મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ પ્રયાગરાજ પ્રશાસનના સતત સંપર્કમાં છે. મહાકુંભની ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સીએમ યોગી સાથે બે વખત વાત કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સીએમ યોગી સાથે વાત કરી છે અને કહ્યું છે કે તેઓ કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપશે.                                       

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola