Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Continues below advertisement
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં 3 લોકોના મોત થયા. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેથી ઉડાણ ભરી હતી અને ગણતરીના પળોમાં અકસ્માતનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3ના મોત થયા હોવાના સમાચાર છે.
આ દુર્ઘટના સવારે લગભગ 7.30 વાગ્યાની આસપાસ ઘટી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ ચાલુ છે... જણાવવાનું કે 24 ઓગસ્ટે પણ આવો જ એક અકસ્માત થયો હતો જેમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચાર લોકો ઘાયલ થયાના સમાચાર હતા. હેલિકોપ્ટર જુહુ મુંબઈથી હૈદરાબાદ તરફ ઉડાણ ભરી રહ્યું હતું.
Continues below advertisement