Rahul Gandhi In Lok Sabha Speech : સેનાના જવાનો ટાઇગર, તેમને ખુલ્લી છૂટ મળવી જોઈએ...: રાહુલ ગાંધી
પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલગામમાં એક ભયાનક હુમલો થયો.
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે સિંહને ખુલ્લા છોડી દેવા પડશે, તેને બાંધી શકાતા નથી. તેમણે કહ્યું કે, સેનાને કામગીરી માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે. આપણા સૈનિકો ટાઈગર છે, તેમને સ્વતંત્રતા આપવી પડશે.
તેમણે 'ન્યુ નોર્મલ' શબ્દ વિશે વધુમાં કહ્યું કે વિદેશ સંરક્ષણ પ્રધાન સંસદમાં નથી, તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે બધા દેશોએ આતંકવાદ વિરુદ્ધ વાત કરી છે, જે સાચું છે, પરંતુ વિદેશ પ્રધાને એ નથી જણાવ્યું કે પહેલગામ હુમલા પછી એક પણ દેશે પાકિસ્તાનની નિંદા કરી છે કે નહીં.