Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું

Continues below advertisement

Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું

દિલ્લી-NCRના વાતાવરણમાં અચાનક પલટો. દિલ્લીમાં મિનિ વાવાઝોડા સાથે વરસાદ. દિલ્લીના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા. દિલ્લી-NCRના તાપમાનમાં ઘટાડો. ભીષણ ગરમીથી દિલ્લીવાસીઓને મળી રાહત. ગાઝિયાબાદમાં પણ ભારે પવન સાથે વરસાદ. ગાઝિયાબાદના કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ.

દિલ્હી-NCR માં જોરદાર ગરમી વચ્ચે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.  બપોર સુધી ભેજ અને અસહ્ય ગરમી  બાદ  જોરદાર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે.   કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો  છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં કરા પડ્યા છે. હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

ગુરુવારે રાજધાનીના સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગે દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ વાવાઝોડાની આગાહી કરી છે. અન્ય હવામાન કેન્દ્રોના ડેટા અનુસાર, પાલમમાં લઘુત્તમ તાપમાન 24.9 ડિગ્રી સેલ્સિયસ, લોધી રોડમાં 23.6 ડિગ્રી સેલ્સિયસ, રિજમાં 25 ડિગ્રી સેલ્સિયસ અને આયાનગરમાં 24.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola