Ram Darbar Pran Pratishtha: રામ મંદિરમાં રામ દરબાર સહિત અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
Ram Darbar Pran Pratishtha: રામ મંદિરમાં રામ દરબાર સહિત અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
Ram Darbar Pran Pratishtha:રામની નગરી અયોધ્યમાં આજે રામ દરબારમાં અભિજીત મૂહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા થઇ રહી છે. આ અવસરે સુરતના વેપારીએ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે. તેઓ ખુધ આ અવસરે મૂર્તિને આભૂષણ પહેરાવશે. સુરતના હીરા વેપારી મુકેશ પટેલે આ સૌભાગ્ય સાંપડવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેઓ ચારેય ભાઈઓને 5 જૂને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ આભૂષણો પહેરશે.
વીએચપીના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ચારેય ભાઈઓ માટે એક હજાર કેરેટ હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબી, ગળાનો હાર, કાનની વીંટી, કપાળનું તિલક, ચાર મોટા અને 3 નાના ધનુષનો સમાવેશ થાય છે. ઉપરાંત 11 મુગટ અને ત્રણ ગદા બનાવવામાં આવ્યા હતા.
રામનગરી અયોધ્યા ફરી એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે સ્થાપિત શ્રી રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા 5 જૂન એટલે કે આજે યોજાઈ રહી છે. આ શુભ પ્રસંગે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 5 જૂને રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આ ખાસ કાર્યક્રમ માટે અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
શ્રી રામ જન્મભૂમિ પરિસરના ભોંયતળિયે બાળકના રૂપમાં રામલલાના અભિષેક પછી, હવે પહેલા માળે રાજા રામના રૂપમાં તેમનો ભવ્ય દરબાર અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ મહત્વપૂર્ણ અભિષેક સમારોહનો મુખ્ય કાર્યક્રમ 5 જૂન 2025 ના રોજ ગંગા દશેરાના દિવસે એટલે કે આજે યોજાઇ રહ્યો છે.