RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..
Continues below advertisement
છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં સંસ્થાઓ અને વ્યક્તિઓને ધમકી મળવાની ઘટનામાં વધારો નોંધાયો છે. એવામાં આજે મુંબઈના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ને પણ ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો, આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે તે લશ્કર-એ-તૈયબાનો સીઈઓ છે. શનિવારે સવારે લગભગ 10 વાગ્યે રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર આ કોલ આવ્યો હતો..
ફોન કરીને શખ્સે કહ્યું કે, “હું લશ્કર-એ-તૈયબાનો સીઈઓ બોલી રહ્યો છું અને પાછળનો રસ્તો બંધ કરો ઇલેક્ટ્રિક કાર ખરાબ થઇ ગઈ છે.” આટલું કહીને ફોન કટ કરી દીધો.
આ ઘટનાને ગંભીરતાથી લેતા માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં રિઝર્વ બેંકના સિક્યોરિટી ગાર્ડે આપેલી ફરિયાદ મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસને આશંકા છે કે આ ફોન કોઈએ મજાક માટે કર્યો હોઈ શકે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
Continues below advertisement