Redmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
Continues below advertisement
શાઓમી ઈન્ડિયા દ્વારા રેડમી 14C 5G મોબાઈ લોન્ચ કરવામાં આવ્યો, રેડમી Note 14 5G સિરીઝ માટે ₹1000 કરોડના માઇલસ્ટોનની ઉજવણી કરાઈ
શાઓમી ઈંડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો. તો રેડમી નોટ 14 5G સીરિઝ માટે 1 હજાર કરોડના માઈલસ્ટોનની ઉજવણી પણ કરવામાં આવી. રેડમી 14-C 5G સ્માર્ટ ફોનની 6.88 ઈંચની ડિસ્પ્લે છે. તો 50 MP કેમેરા છે. 3 રંગમાં આ સ્માર્ટફોનને લોન્ચ કરાયો. એટલું જ નહીં સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર અને 5 હજાર 160 MAH બેટરી પણ છે. 4 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત 9 હજાર, 999 રૂપિયા છે. કંપનીના દાવા અનુસાર, આ બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં ફરીથી નવીનતા લાવશે.. આ ફોનમાં સીમલેસ પર્ફોમન્સ અને અત્યંત ફાસ્ટ 5G કનેક્ટિવિટી છે.
Continues below advertisement
Tags :
Redmi 14C 5G