SCનો રાજ્ય-કેન્દ્ર શાસિત રાજ્યોને આદેશ, 31 જુલાઇ સુધી “એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડ” યોજના લાગૂ કરો
સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોને 31 જુલાઇ સુધી “એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડ” યોજના લાગુ કરવા આદેશ આપ્યો છે. આ યોજના મારફતે દેશના 80 કરોડ લોકોને દેશના કોઈપણ સ્થળે રાશન લેવા સુવિધા મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે,, સરકારનું આ મામલે ઉદાસીન વલણ અક્ષમ્ય છે.