ધર્મશાલામાં જળબંબાકારની સ્થિતિ, આ રીતે ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર, જુઓ લાઇવ વીડિયો

   દેશમાં ચોમાસુ સક્રિય થતા જ ઉત્તર ભારતમાં વરસાદી તાંડવ શરૂ થયો છે. હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શિમલા, કુલ્લુ, મનાલી, કાશ્મીરનો ખીણ પ્રદેશ, બદ્રીનાથ જેવા વિસ્તારોમાં નદીઓના જળસ્તર વધ્યા છે. તો કેટલાક સ્થળો પર ભૂસ્ખલન થતા અનેક હાઈવેને જોડતા રસ્તાઓ બંધ થયા છે. ધર્મશાલામાં પણ જળપ્રલયની સ્થિતિ છે. અહીં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળતા ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ હતી તો અનેક ઇમારત ધરાશાયી થઇ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola