બિહાર વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીસભાને સંબોધતા નીતિશ કુમારે શું કરી મોટી જાહેરાત?
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. તેની વચ્ચે બિહાર ચૂટણી માટે પોતાની છેલ્લી રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી નીતીશ કુમારે ધમદાહામાં એક મોટી જાહેરાત કરી હતી. નીતીશ કુમારે કહ્યું કે આ મારી અંતિમ ચૂંટણી છે.