આ વખતે ભારતના જવાબથી ચીન ચોંકી ગયુ: મોહન ભાગવત
દશેરા પર નાગપુરમાં આયોજિત RSSના કાર્યક્રમમાં મોહન ભાગવતે ચીન પર આકરા પ્રહાર કર્યા હતા. ભાગવતે કહ્યું કે ભારત શાંત રહે છે તેનો અર્થ એ નથી કે અમે અશક્ત છીએ, ભારતીય સેનાએ ચીનને અનેકવાર પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. નાગપુર હેડક્વાર્ટરમાં RSS સુપ્રીમો મોહન ભાગવતે શસ્ત્ર પૂજન કર્યું હતું. તેમણે કાર્યક્રમને સંબોધતા લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. સાથે તેમણે કહ્યું કે, CAAથી કોઈ પણ વ્યક્તિને કોઈ જોખમ નહીં. કેટલાક લોકોએ કાયદા અંગે ખોટો ભ્રમ ફેલાવ્યો છે. ભારત તેરે ટુકડે હોંગે કહેનારા લોકો જ સ્વંયને સંવિધાનની સુરક્ષા કરનાર તરીકે દર્શાવી સમાજને તોડવાનું કરે છે